સોરઠી દુહાઓ – દુહા છંદનો સંગ્રહ
SARATHI DUHA – BEST DUHA CHHAND
ધરતી સોરઠ દેશની, ઉંચો ગઢ ગિરનાર
સાવજળા સેંજણ પીવે, એના નમણાં નર ને નાર
લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીયે પાણી
તને પ્રથમ અર્પણ કરું, મારા કવિ મેઘાણી
સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતા નીર
જ્યાં જાહલ જેવી બેનળી, ને નવઘણ જેવો વીર
સોરઠ ધરા ન સંચયરયો, ન ચઢ્યો ગઢ ગિરનાર
ન નાહ્યો દામો ગોમતી, એનો એળે ગયો અવતાર