હૃદય માં જો તપાસીને – સંતવાણી ભજન
RHADAY MA LO TAPASI – BHAJAN SANTVANI GUJARATI
રચનાઃ દાસ સત્તાર શા
હૃદય માં જો તપાસીને, છુપાયેલો ખજાનો છે,
લઇ લે જ્ઞાન સદગુરુથી, એનો ભેદ છાનો છે…. ટેક
પ્રભુ છે કોણ ને તું કોણ છે, જ્ઞાનને વિચારી જો,
હતો તું ક્યાં વળી આવ્યો છે ક્યાં, પાછો ક્યાં જવાનો છે….. હૃદયમાં જો
હજી છે હાથમાં બાજી, જીવડા જો જરા જાગી,
ધરીને ધ્યાન ઘટમાં જો, મળ્યો અવસર મજાનો છે…. હૃદયમાં છો
કળીનો દોર ચાલે છે, જગતમાં જામે નાસ્તિકતા,
અનેરા કાળનો આરંભ, દુનિયામાં થવાનો છે…. હૃદયમાં જો
ગુરુથી જ્ઞાન લઇ સત ભેદને, સત્તાર શા સમજો,
મનુષ્ય દેહ મળ્યો મોંઘો, અનુભવવા પામવાનો છે…. હૃદયમાં જો