તો શું રે જવાબ દઈશ માધા – કૃષ્ણને ગોપીઓનો પ્રશ્ન
TO SHU RE JAVAB DAYISH MADHA – BHAJAN
શું રે જવાબ દઈશ માધા ?
દ્વારિકામાં કોઈ તને પૂછશે કે, કાના,
ઓલી ગોકુળમાં કોણ હતી રાધા ?
તો શું રે જવાબ દઈશ માધા ?
તારું તે નામ તને યાદ નોતુ તે દિ થી
રાધાનું નામ હતું હોઠે
ઠકરાણા પટરાણા કેટલાયે હતા તોયે
રાધા રમતી’ તી સાત કોઠે
રાધા વિણ વાંસળીના વેણ નહીં વાગે
શીદને સૌગંધ એવા ખાધા ?
તો શું રે જવાબ દઈશ માધા ?
રાધાના પગલામાં વાવ્યું વનરાવન,
ફાગણ બનીને એમાં મહેક્યો,
રાધાના એક એક શ્વાસ તને તોડલે
અષાઢી મોર બની ગહેક્યો,
આજ આઘેરા થઈ ગયા કાં રાધા ને વાંસળી ?
એવા તે શું પડ્યા વાંધા ?
તો શું રે જવાબ દઈશ માધા ?
ઘડીકમાં ગોકુળને ઘડીકમાં વનરાવન,
ઘડીકમાં મથુરાના મહેલ,
ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીઓ,
ઘડીક કુબજાની સંગ ઘેલ
હેત પ્રીત ન હોય રાજ ખટપટના ખેલ
કાના સ્નેહમાં તે હોય આવા સાંધા ?
તો શું રે જવાબ દઈશ માધા ?
જવાબ
ગોકુળ વનરાવન ને મથુરા ને દ્વારિકા
ઇ તો પંડે છે પેરવાના વાઘા,
રાજીપો હોય તો અંગ પર ઓઢીએ,
નહીં તો રખાય એને આઘા,
એ સઘડો સંસાર મારો શણગાર
પણ અંતરનો આતમ એક રાધા,
હવે પૂછશો મા કોણ હતી એ રાધા ?