PATHIK TU CHETAJE – GUJARATI GAZAL LYRICS

પથિક તું ચેતજે પથનાં – ગુજરાતી ગઝલ
રચનાઃ નાઝિર દેખૈયા
આ ગઝલને અંહીથી સાંભળો….
સ્વરઃ નારાયણ સ્વામી
PATHIK TU CHETAJE – આ ગઝલ પ્રસિધ્ધ કવિ અને ગઝલકાર નઝિર દેખૈયા દ્વારા રચાયેલી છે,જેમાં ખુબજ સુંદર રીતે કવિએ પોતાના જીવનરૂપી અનુભવોને દુનિયાની સામે શબ્દો રૂપી ભાવનાઓથી રાખવાનો પ્રયત્ન કરેલો છે.
પથિક તું ચેતજે પથનાં,
સહારા પણ દગો દેશે,
ધરીને રૂપ મંઝિલનું,
ઉતારા પણ દગો દેશે ….. ટેક
મને મજબુર ના કરશો,
નહીં વિશ્વાસ હું લાવું,
અમારાનો અનુભવ છે,
તમારા પણ દગો દેશે …. પથિક તું ચેતજે …
હું મારે હાથથી નૌકા,
ડુબાડી દેત મઝધારે,
ખબર જો હોત મુજને કે,
કિનારા પણ દગો દેશે …… પથિક તું ચેતજે ….
ઠરી જાશે એ હમણાં ,
એમ માની મેં ન ઠાર્યા,
ખબર નોતી નજીવા,
તિખારા પણ દગો દેશે ….. પથિક તું ચેતજે …..
હું જાણું છું છતાં નિશદિન,
લૂંટાવા જાઉં છું નાઝિર,
શિકાયત ક્યાં રહી કે,
આ લૂંટારા પણ દગો દેશે ….. પથિક તું ચેતજે …..
આ ગઝલને અંહિથી ડાઉનલૉડ કરો.
SANTVANI DHAM,GUJARATI GAZAL LYRICS
SAB TIRATH KAR AAYI – સબ તીરથ કર આઇ