GUJARATI PRAYER LIST
PRARTHANA-05
MAITRI BHAV NU PAVITRA ZARANU……
પ્રાર્થના સંગ્રહ
પ્રાર્થના
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું…..
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું,મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું.એવી ભાવના નિત્ય રહે….મૈત્રી ભાવનું (1)
ગુણથી ભરેલા ગુણીજન દેખી,હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણ કમળમાં,મુજ જીવનનું અર્ધ્ય રહે….મૈત્રી ભાવનું (2)
દીન,ક્રુરને ધર્મ વિહોણા,દેખી દિલમાં દર્દ રહે,
કરૂણાભીની આંખોમાંથી,અશ્રુનો શુભ સ્ત્રોત વહે….મૈત્રી ભાવનું (3)
માર્ગ ભુલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની,તોયે સમતા ચિત્ત ધરુ….મૈત્રી ભાવનું (4)
સંતજનો ની ધર્મ ભાવના,હૈયે સહુ માનવ લાવે,
વેરઝેરનાં પાપ ત્યજીને,મંગલ ગીતો સૌ ગાયે….મૈત્રી ભાવનું (5)
SANTVANI DHAN,PRARTHANA SANGRAH GUJARATI,પ્રાથના સંગ્રહ ગુજરાતી,શ્રેષ્ઠ પ્રાર્થનાઓ