TAMANE RAMADE PARAVANE- GUAJARATI SANTVANI
સંતવાણી દેશી ભજન…ગુજરાતી ભજન…તમને રામદે પરણાવે
રચનાઃ હરજી ભાટી
તમે પરણો ભાટી હરજી,
આ રે કળિયુગમાં અમને કુંવારા રહેવા દયો…ટેક
હો લુગાઇ આવે તો પીરજી દમડા રે માંગે,
દમડા હું ક્યાંથી લઇ આવું મારા પીરજી,
દમડા જોઇ તે હરજી દમડા રે આપું,
વાણોતર થઇને ઘરે આવું ભાટી હરજી…રામદે પરણાવે (1)
હો લુગાઇ આવે તો પીરજી કપડા રે માંગે,
કપડા હું ક્યાંથી લઇ આવું મારા પીરજી,
કપડા જોઇ તે હરજી કપડા રે આપું,
દરજીડો થઇને ઘરે આવું ભાટી હરજી…રામદે પરણાવે (2)
હો લુગાઇ આવે તો પીરજી ચુડલો રે માંગે,
ચુડલો હું ક્યાંથી લઇ આવું મારા પીરજી,
ચુડલો જોઇ તે હરજી ચુડલો રે આપું,
મણિયારો થઇને ઘરે આવું ભાટી હરજી…રામદે પરણાવે (3)
હો લુગાઇ આવે તો પીરજી સોનું રે માંગે,
સોનું હું ક્યાંથી લઇ આવું મારા પીરજી,
સોનું જોઇ તે હરજી સોનું રે આપું,
સોનીડો થઇને ઘરે આવું ભાટી હરજી…રામદે પરણાવે (4)
સાસુ ગણું તો મારી સગી રે બેનડી,
સસરોજી મારા સગો રે બનેવી,
એવી કુંવારી કન્યા મારી સગી ભાણેજડી,
મત કરોને સગાઇ મારા પીરજી,
હરીના ચરણે ભાટી હરજી રે બોલ્યા,
સ્વર્ગમાં સગાઇ કરોને મારા પીરજી….રામદે પરણાવે (5)
રામદે પરણાવે તમે પરણો ભાટી હરજી,
તમે પરણો ભાટી હરજી,
આ રે કળિયુગમાં અમને કુંવારા રહેવા દયો…
BHAI MARO SATHIDO RISANO – KABIR BHAJAN
SANTVANI DHAM ,SANTVANI DESHI BHAJAN,ગુજરાતી ભજન સંતવાણી,દેશી ભજન