જુદો જ રહું છું દુનિયાથી – ગુજરાતી ગઝલ ગીત
JUDO JA RAHU CHHU DUNIYA THI – GUJARATI GAZAL LYRICS
રચનાઃ નાઝીર દેખૈયા
જુદો જ રહું છું દુનિયાથી,
જુદી જ મુજ આલમ રાખું છું,
મસ્તીમાં રહું છું મારી છતાં,
દુનિયાની ગતાગમ રાખું છું….. જુદો જ રહું…
ક્યારેક ચુંટુ છું ફૂલોને તો,
પ્યાર કરું છું કંટકને,
ક્યારેક કરું છું હૈયું કઠણ,
ક્યારેક મુલાયમ રાખું છું …. જુદો જ રહું …..
હું કોઇને મારી બાબતને,
કળવા ના દઉં છું દુનિયાને,
રાખું છું ખુશીને ચહેરા પર,
ને અંતરમાં ગમ રાખું છું …જુદો જ રહું ….
નાઝીર હું મારી વ્હાલપનો,
ઉપયોગ કરું છું મનમાન્યો,
હું કોકને કાયમ દઉં છું તજી,
તો કોકને કાયમ રાખું છું ….. જુદો જ રહું …..