GUJARATI RAS LYRICS
RAS SONG IN GUJARATI
AAJ NI GHADI TE RALIYAMANI….
પ્રાચીન રાસ-નરસિંહ મહેતા રચિત
સુંદર ગુજરાતી રાસ
આજની ઘડી તે રળિયામણી….
આજની ઘડી તે રળિયામણી,
હે…જી મારો વાલો આવાની વધામણી હો…જી રે,
આજની ઘડી તે રળિયામણી…..
હાં..રે કાંઇ લીલુડા વાંસ વઢાવીએ,
હા ….રે મારા વાલાજીના મંડપ સોહાવીએ જી રે….
આજની ઘડી તે રળિયામણી….
હા..રે માય કેળનાં સ્તંભ રોપાવીએ,
હા…રે માંય આસોપાલવના તોરણ બંધાવીએ જી..રે,
આજની ઘડી તે રળિયામણી….
હા..રે માય કેસરની ગારો ઘલાવીએ,
હા …રે માય સિંદુરની ઓકરી પડાવીએ જી…રે,
આજની ઘડી તે રળિયામણી….
હા …રે માય ટોપરાના ગોખ મુકાવીએ,
હા…રે માય ખારેકની ખુંટીઓ મુકાવીએ જી…રે,
આજની ઘડી તે રળિયામણી….
હાં…રે મહેતા નરસિંહના સ્વામી શામળા,
હાં …રે મારા વાલે રમાડેલ રાસ હો જી..રે,
આજની ઘડી તે રળિયામણી….
આજની ઘડી તે રળિયામણી,
હે…જી મારો વાલો આવાની વધામણી હો…જી રે,
આજની ઘડી તે રળિયામણી…..
ગુજરાતી રાસ ગીત,સંતવાણી ધામ રાસનો ભંડાર