GANESH PATE BESADI – BEST GUJARATI LAGN GEET
ગણેશ પાટ બેસાડીએ વાલા – લગ્ન ગીત
ગણેશ પાટ બેસાડીએ વાલા નીપજે પકવાન,
સગા સબંધી ને તેડી એ જો પૂજ્યા હોય મોરાર….
જેને તે આંગણ પીપળો તેનો ધન્ય ધન્ય અવતાર,
સાંજ સવારે પૂજીએ જો પૂજ્યા હોય મોરાર…..
જેને તે આંગણ ગાવલડી તેનો ધન્ય ધન્ય અવતાર ,
સાંજ સવારે દોણું મળે, જો પૂજ્યા હોય મોરાર……
જેને તે પેટે દીકરી તેનો ધન્ય ધન્ય અવતાર,
સાચવેલ ધન વાપરે જો પૂજ્યા હોય મોરાર…..
જેને તે પાટે દીકરો તેનો ધન્ય થયો અવતાર,
વહુઆરુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર…..
રાતો ચૂડો તે રંગ ભર્યો કોરો તે કમખો હાર,
ઘરચોળુ ઘડ ભાંગીએ જો પૂજ્યા હોય મોરાર……
કાંઠા તે ઘઉંની રોટલી માહી ઢાળિયો કંસાર,
ભેગા બેસી ભોજન કરે જો પૂજ્યા હોય મોરાર…..
ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે પકવાન,
સગા સંબંધીને તેડી એ જો પૂજ્યા હોય મોરાર…..