HARI TARA NAM CHHE – BHAJAN KIRTAN
હરી તારા છે હજાર – ભજન કિર્તન
રચનાઃ નરસિંહ મહેતા
હરિ તારા છે હજાર નામ,
કિયા નામે લખવી કંકોતરી,
રોજ બદલે મુકામ,
કીયા નામે લખવી કંકોતરી…. ટેક
મથુરા નો મોહન તું ,
ગોકુલ નો ગોવાળીયો,
દ્વારિકાનો રાય રણછોડ કયા નામે લખવી
કોઈ તને શ્યામ કહે,
કોઈ રાધેશ્યામ કહે,
કોઈ કહે નંદનો કિશોર….. કીયા નામે લખવી
ભક્તોની રાખી ટેક,
રૂપો દરિયા અનેક,
અંતે તું એકનો એક…. કયા નામે લખવી
કોઈ કહે આત્મા,
કોઈ પરમાત્મા,
કોઈ કહે નારાયણ નામ…. ક્યા નામે લખવી
મહેતા ‘નરસિંહ’ના,
સ્વામી શામળીયો,
મીરાનો ગિરિધર ગોપાલ.. કીયા નામે લખવી