GAZAL

PATHIK TU CHETAJE – પથિક તું ચેતજે પથના ….

PATHIK TU CHETAJE – GUJARATI GAZAL LYRICS



પથિક તું ચેતજે પથનાં – ગુજરાતી ગઝલ

રચનાઃ નાઝિર દેખૈયા


આ ગઝલને અંહીથી સાંભળો….

સ્વરઃ નારાયણ સ્વામી


PATHIK TU CHETAJE –  આ ગઝલ પ્રસિધ્ધ કવિ અને ગઝલકાર નઝિર દેખૈયા દ્વારા રચાયેલી છે,જેમાં ખુબજ સુંદર રીતે કવિએ પોતાના જીવનરૂપી અનુભવોને દુનિયાની સામે શબ્દો રૂપી ભાવનાઓથી રાખવાનો પ્રયત્ન કરેલો છે.


પથિક તું ચેતજે પથનાં,

સહારા પણ દગો દેશે,

ધરીને રૂપ મંઝિલનું,

ઉતારા પણ દગો દેશે ….. ટેક


મને મજબુર ના કરશો,

નહીં વિશ્વાસ હું લાવું,

અમારાનો અનુભવ છે,

તમારા પણ દગો દેશે …. પથિક તું ચેતજે …


હું મારે હાથથી નૌકા,

ડુબાડી દેત મઝધારે,

ખબર જો હોત મુજને કે,

કિનારા પણ દગો દેશે …… પથિક તું ચેતજે ….


ઠરી જાશે એ હમણાં ,

એમ માની મેં ન ઠાર્યા,

ખબર નોતી નજીવા,

તિખારા પણ દગો દેશે ….. પથિક તું ચેતજે …..


હું જાણું છું છતાં નિશદિન,

લૂંટાવા જાઉં છું નાઝિર,

શિકાયત ક્યાં રહી કે,

આ લૂંટારા પણ દગો દેશે ….. પથિક તું ચેતજે …..


આ ગઝલને અંહિથી ડાઉનલૉડ કરો.

CLICK TO DOWNLOAD


SANTVANI DHAM,GUJARATI GAZAL LYRICS

SAB TIRATH KAR AAYI – સબ તીરથ કર આઇ


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago